Chapter 13

વિસ્તાર-વિભાગનો યોગ

ભગવદ ગીતાનો તેરમો અધ્યાય ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞાનવિભાગયોગ છે. ક્ષેત્ર શબ્દનો અર્થ થાય છે જમીન અને ફિલ્ડિંગ એટલે ક્ષેત્રનું જ્ઞાન. આપણું ભૌતિક શરીર ક્ષેત્ર જેવું છે અને આપણો અમર આત્મા ક્ષેત્રના નિષ્ણાત જેવો છે. આ પ્રકરણમાં, કૃષ્ણ ભૌતિક શરીર અને અમર આત્મા વચ્ચેનો તફાવત દર્શાવે છે. તે સમજાવે છે કે ભૌતિક શરીર અસ્થાયી અને નાશવંત છે જ્યારે આત્મા કાયમી અને શાશ્વત છે. ભૌતિક શરીરનો નાશ થઈ શકે છે પણ આત્માનો ક્યારેય નાશ થઈ શકતો નથી. આ પ્રકરણ પછી ભગવાનનું વર્ણન કરે છે, જે પરમાત્મા છે. બધા વ્યક્તિગત આત્માઓ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે. જે વ્યક્તિ શરીર, આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે સમજે છે તે ભગવાનને પ્રાપ્ત કરે છે.

35 Verses

VERSE 1
અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?
VERSE 2
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.
VERSE 3
હે ભારતવંશી, હું સર્વ શરીરનાં કર્મક્ષેત્રોનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે.
VERSE 4
હવે તું મારી પાસેથી આ સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે. તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે, એ પણ હું સ્પષ્ટ કરીશ.
VERSE 5
મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત: બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.
VERSE 6
કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.
VERSE 7
ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ—આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે.
VERSE 8
વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરૂની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દૃઢતા, આત્મસંયમ
VERSE 9
ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા
VERSE 10
અનાસક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર, વગેરે પ્રતિ મમતાનો અભાવ; જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા
VERSE 11
મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા
VERSE 12
આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્ત્વિક શોધ—આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છે અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું.
VERSE 13
હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્ત્વ અને અસ્તિત્ત્વહીનથી પર છે.
VERSE 14
તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે, તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે.
VERSE 15
યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય-વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલનકર્તા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા છે.
VERSE 16
તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્ત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે.
VERSE 17
તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.
VERSE 18
તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છે.
VERSE 19
આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.
VERSE 20
પ્રકૃતિ (માયા) અને પુરુષ (જીવાત્મા) આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયાં છે.
VERSE 21
સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે; સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે.
VERSE 22
જયારે પ્રકૃતિ (પ્રાકૃત શક્તિ)માં સ્થિત પુરુષ (જીવાત્મા) ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેનાં ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે.
VERSE 23
શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે.
VERSE 24
જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુન: અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે.
VERSE 25
કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંત:કરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જયારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
VERSE 26
હજી અન્ય એવા લોકો પણ છે, જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંત-વાણીની શ્રવણ-ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે-ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે.
VERSE 27
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.
VERSE 28
જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે.
VERSE 29
જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ:પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.
VERSE 30
કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.
VERSE 31
જયારે તેઓ જીવોના જાત-જાતના વૈવિધ્યને એકસમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
VERSE 32
હે કૌન્તેય, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે.
VERSE 33
આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે, તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે, આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી.
VERSE 34
જે પ્રમાણે, એક સૂર્ય સંપૂર્ણ સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને (ચેતનાથી) પ્રકાશિત કરે છે.
VERSE 35
જે મનુષ્યો જ્ઞાન-દૃષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધામને પ્રાપ્ત કરે છે.